Crime

સ્થાનિક પોલીસ ઊંઘતી રહીને ગાંધીનગરની વીજીલન્સની ટીમે વિદેશી દારૂ ભરેલી દસ ગાડીઓ ઝડપી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  સર્જનકુમાર વસાવા 

દાહોદ માં ફરી એક વાર સ્થાનિક પોલીસ ઊંઘતી રહીને ગાંધીનગરની વીજીલન્સની ટીમે વિદેશી દારૂ ભરેલી દસ ગાડીઓ ઝડપી;

ગુજરાત માં દારૂ બંધીના ધજાગરા ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમને મળેલ બાતમીના આધારે એકસાથે 10 ફોર વ્હીલર વાહનો માંથી રૂા.44,50,140/- નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો છે. 10 વાહનો, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા વગેરે મળી કુલ રૂા.79 લાખ નો મુદ્દામાલ ઝડપી પાડતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાતાં જિલ્લાના બુટલેગરો સહિત વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે, ત્યારે બીજી તરફ આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હશે અને કોની પાસેથી લાવવામાં આવ્યો હશે?  જેવી અનેક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.

સમગ્ર મામલે પોલીસે લગભગ 13 જેટલા વોન્ટેડ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગાંધીના ગુજરાતમાં દારૂબંદી છે, તેમ છતાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરહદ પર આવેલા દાહોદ જિલ્લા માં દારૂબંદી નું અમલીકરણ જોવા નથી મળી રહ્યું, વારંવાર છાપો મારવા માટે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ ટીમે દોડવું પડે છે અને જ્યારે રેડ પાડવામાં આવે છે, ત્યારે દાહોદ જિલ્લા ની સ્થાનિક પોલીસ ઊંઘતી જ જોવા મળે છે, જેથી હવે દાહોદ પોલીસ ની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે, લોક મુખે ચર્ચાય રહ્યું છે કે પોલીસ દ્વારા બૂટલેગરો પાસે થી મસમોટો હપ્તો લેવામાં આવે છે, પોલીસ ની રહેમ નજર હેઠળ દાહોદ જિલ્લામાં ઘણી જગ્યાઓ પર દારૂ નો અવેધ વેપાર ચાલી રહ્યો છે, હવે આ વાત માં કેટલી હકીકત છે કેટલી નહિ આ તો ઉપરી અધિકારીઓ ની તપાસ બાદ જ ખબર પડે તેમ છે.

પહેલા પણ દાહોદ માં ગાંધીનગર ની વીજીલન્સની ટીમ દ્વારા કસ્બા વણકરવાસ માં ચાલતા એક મસ મોટા જુગારધામ ઉપર રેડ કરી ને શકુનિઓ ને ઝડપી પાડવામાં આવ્યા હતા, ત્યારે પણ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી અને ત્યારે માત્ર ને માત્ર એક જ પોલીસ અધિકારી ને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, શું આ વખતે કડક કાર્યવાહી થશે કે કેમ એ પણ એક સવાલ છે. ?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button