આહવા ડેપોની બસો બ્રેકડાઉનનો સિલસિલો યથાવત, મુસાફરો હેરાન પરેશાન
આહવા ડેપોની બસ ટેબ્રુનઘટા પાસે થઈ બ્રેકડાઉન

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
આહવા ડેપોની બસો બ્રેકડાઉનનો સિલસિલો યથાવત, મુસાફરો હેરાન પરેશાન
આહવા ડેપોની બસ ટેબ્રુનઘટા પાસે થઈ બ્રેકડાઉન
દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લામાં રાજ્યની દાદાની સવારી હવે ડાંગ જિલ્લાના મુસાફરો માટે GSRTC મુસાફરી માટેની બસનું કામ નહીં પરંતુ મોતની મુસાફરીનુ કામ કરતી હોય તેવી લોક ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે તો હદ થઈ ગઈ છે વલસાડ વિભાગ સંચાલિત આહવા ડેપોની બસો બ્રેકડાઉનનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આહવા ડેપોની બસ ટેબ્રુનઘટા પાસે બ્રેકડાઉન થયેલી નજરે જોવા મળી હતી.
તા.૦૮/૦૪/૨૦૨૪ ના રોજ સાંજના સમયે આહવા ડેપોની બસ (GJ 18 Z 3486) ટેબ્રુનઘટા પાસે બંધ હાલતમાં જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, બસના ચાલકને પુછપરછ કરતાં જણાવ્યું હતું કે, બસનો કારપેટરનો પાઈપ ફાટતા બસ બ્રેકડાઉન થઈ છે. બસનું મેન્ટેનસ અને બસની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે છતાં ડેપોના મેનેજર સહિત વહીવટી તંત્ર બેદરકારી પણાની પોલ ખુલી ગઈ છે.
બસ બ્રેકડાઉન થવાની અવારનવાર વ્યાપક ફરીયાદો અને બનાવો જિલ્લામાં બનતા જ હોય છે. છતાં પણ બસ ડેપો મેનજરને કશી જ પડી નથી એવું લાગી રહ્યું છે. ડેપો મેનેજર કોઈ મોટી દુર્ધટનાની રાહ જોઈ રહ્યો તેમ લાગી રહ્યું છે.
વર્તમાન સમયમાં આહવા ડેપોની ઘણી બસો બ્રેકડાઉનના બનાવો બની રહ્યા છે. હાલ તો અકસ્માતનો કિસ્સો બન્યો નથી. પરંતુ બ્રેકડાઉનના કારણે મોટો કિસ્સો બનતા વાર નહિ લાગે. આહવા ડેપો મેનેજર બસની મેન્ટેનન્સ પર મુસાફરોએ સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે આહવા ડેપો મેનેજર બસ મેન્ટેનન્સ બાબતે શુ પગલા લેશે તે હવે જોવુ રહ્યુ.