ડાંગમાં રેડ ક્રોસ સોસાયટી મોબાઈલ મેડિકલ યુનિટ વાનને લીલી ઝંડી આપી
નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે રેડ ક્રોસ સોસાયટીને લીલી ઝંડી આપી :

લોકહિત ગુજરાત ન્યુઝ :
આહવા ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે રેડ ક્રોસ સોસાયટી મોબાઈલ મેડિકલ યુનિટ વાનને લીલી ઝંડી આપી
આહવા: ડાંગ જિલ્લાના આહવા સિવિલ હોસ્પિટલ ખાતે થી આજરોજ વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત મોબાઈલ મેડિકલ યુનિટ વાનનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય શાખાના રેડક્રોસ સોસાયટીના પ્રમુખ શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ સ્વાતંત્ર સેનાની બિરસામુંડાની ૧૫૦ મી જન્મ જયંતી નિમતે દરેક આદિવાસી વિસ્તારમાં આરોગ્ય સેવા મળી રહે તે હેતુથી મોબાઈલ મેડિકલ યુનિટ વાન ડાંગ જિલ્લામાં ફાળવવા આવી છે. તે આજે સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. જે મેડિકલ યુનિટ વાન ડાંગ જિલ્લાની પ્રજા માટે ખૂબ જ મદદરૂપ બની શકે છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, ભાજપા પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાષ ગાઇન, સરપંચ શ્રી હરિચંદ્રભાઈ ભોયે, સિવિલ હોસ્પિટલના અધિક્ષક શ્રી મિતેશ કુનબી, આહવા રેડ ક્રોસ સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટશ્રી ડો.અમૃતભાઈ પટેલ, ચેરમેન શ્રીમતી નયનાબેન પટેલ, સેક્રેટરી શ્રી લાલુભાઇ વસાવા, ટ્રસ્ટીઓ સર્વેશ્રી દિલિપભાઈ ગાવીત, (ઝંકાર) ડિરેક્ટર શ્રી ઝાકીર શેખ, ખજાનચી શ્રી ડો.ગૌરાંગ એ પટેલ, બ્લડ બેંકના મેડિકલ ઓફિસર ડો. સ્મિતા પટેલ સહિત સ્ટાફ મેત્રોએ રથને ફુલહારથી સ્વાગત કરી આવકાર્યો હતો.