‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત જિલ્લામાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત જિલ્લામાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ૨જી ઓક્ટોબર, મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન’ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે, સમગ્ર દેશમા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ અભિયાનનુ આહવાન કર્યું છે.
દરમિયાન તાજેતરમા ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતુ.
મંત્રીશ્રીએ યુવાઓને ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમના વિઝન અંગેની જાણકારી આપી, સ્વચ્છતા ઝૂંબેશનો હાર્દ સ્પષ્ટ કર્યો હતો. જે ધ્યાને લઇ ડાંગ જિલ્લા નહેરૂ યુવા કેન્દ્રના યુવાઓ દ્વારા, આહવા તાલુકાના નિમપાડા, ચિંચલી, ગારખડી, કડમાળ, ડોન, બોરપાડા ગામમા સ્વચ્છતાના કાર્યક્રમો યોજ્યા હતા.
તેવી જ રીતના વઘઇ તાલુકામા બોરીગાવઠા, વઘઈ, સાકરપાતળ, વાઘમાળ, મોટી દાબદાર, હનવતપાડા, અને સુબીર તાલુકાના સુબીર, શબરીધામ, આમસરપાડા, ખાંભલા, તેમજ પંપા સરોવર ખાતે સ્વચ્છતાના કાર્યક્રમો યોજી, ગામ તેમજ પ્રવાસન સ્થળોની સાફ સફાઇ કરવામા આવી હતી.