ડાંગ જિલ્લાનું એસ.એસ.સી.ની પરીક્ષાનુ ૮૫.૮૫ ટકા પરીણામ જાહેર, ડાંગ જિલ્લો રાજ્યમાં સાતમાં ક્રમે

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લાનું એસ.એસ.સી.ની પરીક્ષાનુ ૮૫.૮૫ ટકા પરીણામ જાહેર, ડાંગ જિલ્લો રાજ્યમાં સાતમાં ક્રમે
જિલ્લાના કુલ ૨૮૪૧ વિદ્યાર્થીઓમાંથી ૨૪૩૯ વિધાર્થીઓ પાસ થયા
પ્રદીપ ગાંગુર્ડે,સાપુતારા: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૪મા લેવાયેલ બોર્ડ (એસ.એસ.સી.) પરીક્ષાનુ પરિણામ જાહેર થયેલ છે. જેમાં ડાંગ જિલ્લાનુ પરિણામ ૮૫.૮૫ ટકા જાહેર થયુ છે.
દરમિયાન ડાંગ જિલ્લામા નવ કેન્દ્રો ખાતે કુલ ૨૮૪૧ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાથી ૨૪૩૯ વિધાર્થીઓ પાસ થતા, ડાંગ જિલ્લાનુ પરિણામ ૮૫.૮૫ ટકા જાહેર થતા સમગ્ર રાજયમા ડાંગ જિલ્લાને સાતમો ક્રમ પ્રાપ્ત થયેલ છે.
ડાંગ જિલ્લામા ૧૦૦ ટકા પરિણામ ધરાવતી ૧૭ શાળાઓ નોંધાઇ છે. જેમાં જિલ્લામા A1 ગ્રેડમા ૪૦ વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમા ૩૦૯, B1 ગ્રેડમા ૪૭૧, B2 ગ્રેડમા ૬૬૬, C1 ગ્રેડમા ૬૮૨, C2 ગ્રેડમા ૨૬૧, D ગ્રેડમા ૧૦, E1 ગ્રેડમા ૩૨૭, E2 ગ્રેડમા ૭૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.
ધોરણ-૧૦ એસ.એસ.સી બોર્ડ પરીક્ષાના ઉત્કૃષ્ટ પરિણામ બદલ, ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલ તેમજ જિલ્લા શિક્ષણાધીકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી દ્વારા આ તમામ વિદ્યાર્થીઓના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.