માર્કેટ કેપિટલાઇઝેશનની દૃષ્ટિએ સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં છેલ્લા 7 દિવસમાં તેજી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ
માર્કેટ કેપિટલાઇઝેશનની દૃષ્ટિએ સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં છેલ્લા 7 દિવસમાં તેજી:
છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટોકરન્સીમાં જોવા મળેલા કડાકાને કારણે રોકાણકારોને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. પરંતુ હવે માર્કેટ કેપિટલાઇઝેશનની દૃષ્ટિએ સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં છેલ્લા 7 દિવસમાં તેજી જોવા મળી રહી છે. તે ઉપરાંત એથેરિયમમાં પણ જોરદાર ઉછાળો નોંધાયો છે. ચાલો અન્ય ક્રિપ્ટોકરન્સીની કિંમતો પર પણ નજર કરીએ.
બિટકોઇનમાં તેજી:
બિટકોઇનના રોકાણકારો માટે હાલ નું માર્કેટ જોતા રાહતના સમાચાર છે. ગત 7 દિવસોમાં બિટકોઇનની કિંમતમાં 11.4 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જો કે, છેલ્લા 14 કલાકમાં તેમાં 0.8 ટકાનો ઘટાડો પણ થયો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી બિટકોઇનની કિંમતમાં 0.5 ટકાની તેજી સાથે તે 21,621.38 ડોલરર હતી.
એથેરિયમમાં પણ 14 ટકાનો ઉછાળો:
માર્કેટ કેપના હિસાબે બીજા નંબરની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી એથેરિયમમાં પણ તેજી જોવા મળી છે. ગત 7 દિવસની વાત કરીએ તો તેમાં 14.4 ટકાનો ઉછાળો નોંધાયો છે. જો કે તેમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1.5 ટકાનો ઘટાડો થયો છે. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધીમાં તેમાં 0.5 ટકાની ફરીથી તેજી જોવા મળી હતી. આ સાથે જ હવે એથેરિયમની કિંમત 1222.72 ડોલર થઇ ચૂકી છે.
Dogecoinમાં મામૂલી તેજી:
ક્રિપ્ટોકરન્સીમાં છેલ્લા 7 દિવસમાં 5.0 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. જો કે, છેલ્લા 24 કલાકમાં તેમાં 1 ટકા સુધી ઘટાડાનો ટ્રેન્ડ છે. જો કે Dogecoinમાં છેલ્લે 0.2 ટકાની તેજી પણ જોવા મળી હતી. આ સાથે જ હવે Dogecoinની કિંમત વધીને 0.069 ડોલર થઇ છે.
Tether અન USD Coinમાં કડાકો:
બિટકોઇન, એથેરિયમમાં તેજીની સામે ટેધર અને યુએસડી કોઇનમાં છેલ્લા સાત દિવસમાં અનુક્રમે 0.2 ટકા અને 0.1 ટકાનો કડાકો બોલી ગયો છે. સમાચાર લખાય છે ત્યાં સુધીમાં ટેથરની કિંમત 1.00 ડૉલર જ્યારે USD Coinની કિંમત 0.99 ડૉલર પર હતી.